મનપસંદ પ્રવાસ

દૈનિક પાસ:

આ સ્કીમ હેઠળ સવાર ના ૬ વાગ્યા થી રાતના ૧૦ વાગ્યા સુધી ગમે તેટલી વખત મનપસંદ પ્રવાસ કરી શકાશે. ૩-૧૨ વર્ષ ના બાળકો માટે રૂ. ૫/- અને તેથી મોટી ઉમરનાઓ માટે રૂ. ૨૫/- મુજબ ટીકીટ ના દર રેહશે.

માસિક પાસ:

આ સ્કીમ હેઠળ રૂ. ૬૦૦/- માં માસિક પાસ મેળવી શકાશે. પાસ ધારક ગમે તેટલી વાર કોઈ પણ AMTS બસ માં પ્રવાસ કરી શકશે.

ત્રી-માસિક પાસ:

આ સ્કીમ હેઠળ રૂ. ૧૫૦૦/- માં ત્રી-માસિક પાસ મેળવી શકાશે. પાસ ધારક ગમે તેટલી વાર કોઈ પણ AMTS બસ માં પ્રવાસ કરી શકશે.

મહીલાઓ અને બાળકો માટે:

આ સ્કીમ હેઠળ મહીલાઓ અને બાળકો (૩-૧૨ વર્ષ) માટે ટીકીટ ના દર આ મુજબ રેહશે - મહીલાઓ અને બાળકીઓ (૧૨ વર્ષ થી વધુ) રૂ. ૧૦/- અને બાળકો માટે રૂ. ૩/-. ટીકીટ મેળવનાર સોમવાર થી શુક્રવાર, બપોરે ૧૨ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી કોઈ પણ AMTS બસ માં પ્રવાસ કરી શકશે.

વિદ્યાર્થીઓ માટે:

વિદ્યાર્થીઓ એ શાળા/કોલેજ માં ભરેલ ફીની પહોચ અને આઈ કાર્ડ બતાવી સ્કીમ નું ફોર્મ ભરવાનું રેહશે (દર રૂ.૫૦/- રેહશે), જેના પછી વિદ્યાર્થી ને આઈ કાર્ડ/સ્માર્ટ કાર્ડ અપાશે. આ પાસ મેળવનાર વિદ્યાર્થી સવારના ૧૦ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી રૂ.૧૦/- ની ટીકીટ મેળવી કોઈ પણ AMTS બસ માં પ્રવાસ કરી શકશે.

નોંધ: વિદ્યાર્થી કોઈ પણ એક સ્કીમ હેઠળ પાસ મેળવી શકશે - મન પસંદ પ્રવાસ અથવા કન્સેશન પાસ અથવા એથ્લીટ પાસ

પાસ ક્યાંથી મેળવવા?:

બધાજ પાસ માટે ના ફોર્મ રીટ્ઝ હોટેલ કમ્પાઉન્ડ, રૂપાલી સિનેમા પાસે, લાલ દરવાજા થી મેળવી શકાશે (ગુગલ મેપ પર સ્થળ જોવા અહી ક્લિક કરો)