કેશવનગર ટાંકી બસ સ્ટોપ પર કોઇ બસ ઉભી રહેતી નથી

Submitted by mechatronics_krunal on 18 October 2010 - 2:38pm

માનનીય સાહેબ, સુભાષબ્રીજ નજીક આવેલ કેશવનગર ટાંકીના બસ સ્ટોપ પર સામાન્ય રીતે કોઇ બસ ઉભી રહેતી નથી. બસમાં પુષ્કળ ભીડ હોવાને લીધે બસ ન ઉભી રહે એ વાત પણ વ્યાજબી છે. એના લીધે ઘણીવાર બસને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. પરંતુ કેશવનગર ટાંકીથી એકદમ નજીક આવેલ સુભાષબ્રીજ સર્કલ(કાવેરી કોમ્પલેક્સની સામે) પર ઘણા મુસાફરો બસમાંથી ઉતરે છે, અને એજ જગ્યાએથી ઘણા મુસાફરો બસમાં ચડે છે. તો શું કેશવનગર ટાંકીના બસ સ્ટોપને એ સર્કલની નજીક transfer ન કરી શકાય, કે જેથી મુસાફરોને તકલીફ ન પડે અને એમની સમસ્યા પણ નિવારી શકાય. આ અંગે ઘટતુ કરવા વિનંતી છે.